મોરબીમાં અવની ચોકડી સહિતના માર્ગો રિપેર કરવાની કામગીરી શરૂ કરાવતા આગેવાનો

- text


મોરબી : ભારે વરસાદના પગલે મોરબીમાં ઠેર-ઠેર પાણી ભરાયેલા પાણી હવે ધીમે ધીમે ઉતરી રહ્યા છે. આ ભારે વરસાદમાં મોરબી શહેરના મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે. ત્યારે મોરબીનાં ધારાસભ્યની સુચના સાથે મોરબી પાલિકા તંત્ર દ્વારા શહેરના રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરી છે.

જેમાં મોરબી શહેરના અવની ચોકડી સહિતના માર્ગોમાં પર પાણી ઓસરતા રસ્તા પર પડેલા ખાડા અને રસ્તાના ધોવાણ રિપેર કરવાની કામગીરી ધારાસભ્ય કાંતિભાઈ અને ભાજપનાં હોદેદારો અને પૂર્વ કાઉન્સિલરો, પૂર્વ પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના આગેવાનોની હાજરીમાં રસ્તા રીપેરીંગ અને પાણી નિકાલની કામગીરી શરૂ કરાવી હતી.

- text

- text