29 ઓગષ્ટ, સાંજે 4 વાગ્યાની મોરબી જિલ્લાના 10 ડેમોની સ્થિતિ જાણો 

- text


મચ્છુ 1 ડેમ 1.2 ફૂટે ઓવરફ્લો, મચ્છુ 2 ડેમનાં 2 દરવાજા અને મચ્છુ 3 ડેમનાં 6 દરવાજા 2 ફૂટ હજુ ખુલ્લા

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે બુધવારની ગઈકાલ રાત્રીના 12 વાગ્યા પછી વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે. જેના કારણે આજેં મોરબીનાં ડેમોમાં પાણીની આવક પણ ઘટી છે. 29 ઓગષ્ટ, ગુરુવારે સાંજે 4 વાગ્યાએ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોની સ્થિતિ સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ નીચે મુજબ છે..

વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 9186 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 1.2 ફૂટે ઓવર ફલો થઈ ગયો છે.

મોરબીનાં મચ્છુ 2 ડેમમાં હાલ 10250 કયુસેક પાણીની આવક થઈ રહી છે. અને ડેમના હાલમાં 2 દરવાજા 8 ફૂટ સુધી ખુલ્લા છે.

જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 10776 કયુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમના 7 દરવાજા 2 ફૂટ ખુલ્લા છે.

ટંકારાના ડેમી 1 ડેમમાં 1444 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 3.21 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે.

- text

ડેમી 2 ડેમમાં 955 કયુસેક પાણીની આવક છે. અને હાલમાં ડેમનાં 2 દરવાજા 3 ઇંચ ખુલ્લા છે

ડેમી 3 ડેમમાં પણ 3234 કયુસેક પાણીની આવક છે. અને ડેમનાં 1 દરવાજા 1 ફૂટ સુધી ખુલ્લા છે.

જ્યારે હળવદનો બ્રાહ્મણી 1 ડેમમાં 7795 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 1.50 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.

જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 7795 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમનાં 6 દરવાજા 1.5 ફૂટ ખુલ્લા છે.

જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 1526 કયુસેક પાણીની આવક છે. અને ડેમનાં 1 દરવાજા 1 ફૂટ જેટલા ખુલ્લા છે.

જ્યારે બંગવાડી ડેમમાં 847 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ અડધા ફૂટ જેટલો ઓવર ફલો થઈ રહ્યો છે.

- text