રણમલપુર નજીક કેનાલમાં યુવતી ડૂબી : બુટવડાના લાપતા બનેલા વૃદ્ધની પાંચ દિવસે લાશ મળી

- text


સ્થાનિક તરવૈયો દ્વારા યુવતી ની શોધખોળ શરૂ

હળવદ : હળવદ તાલુકાના રણમલપુર પાસેથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમાં બુધવારે 19 વર્ષની યુવતી પાણીમાં ગરકાવ થઈ જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે જ્યારે 25 ઓગસ્ટના રોજ બુટવડા પાસેથી પસાર થતી નદીમાં તણાયેલ 60 વર્ષીય માલધારીની આજે મંગળપુર પાસેથી લાશ મળી આવી છે.

- text

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા શ્રદ્ધાબેન બાબરીયા ઉંમર વર્ષ 19 ગઈકાલે ગામ પાસેથી પસાર થતી માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલના પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક તરવૈયાઓ અને હળવદ ફાયરની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે જોકે આજે બપોર સુધીમાં શ્રદ્ધાબેનનો કોઈ પતો લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સાતમની સાંજે હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા રમતુભાઈ બેચરભાઈ ભરવાડ ઉંમર વર્ષ 60 ગામ પાસેથી પસાર થતી નદીના સામા કાંઠે આવેલા તેઓના માલ ઢોરના વાળાએથી દૂધ લઇ પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે નદી ક્રોસ કરતી વેળાએ તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે શોધખોળ બાદ આજે પાંચમા દિવસે સ્થાનિકોની મદદથી રમતુભાઈનો મૃતદેહ મંગળપુર પાસેની નદી કાંઠેથી મળી આવ્યો હોવાનું જાણવા મળે છે.

- text