કાલે શુક્રવારથી માળીયા સિવાય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ શરૂ કરવાની છૂટ, પ્રાથમિકમાં હજુ રજા 

- text


એક માત્ર માળિયા તાલુકાના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ રજા રહેશે 

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે માળિયા તાલુકા સિવાયના તાલુકાઓમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ શરૂ કરવાની તંત્રે છૂટ આપી છે. જ્યારે જિલ્લામાં તમામ પ્રાથમિક શાળાઓમાં હજુ રજા યથાવત રાખવામાં આવી છે.

મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે શિક્ષણકાર્યને પણ અસર પહોંચી છે. જિલ્લા શિક્ષણ વિભાગમાંથી મળતી માહિતી અનુસાર આવતીકાલે તા.30થી મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે માળિયા તાલુકાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ બંધ રહેશે. જ્યારે તમામ તાલુકાઓમાં પ્રાથમિક શાળાઓ આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે.

- text

મોરબીના શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલી જાહેરાત અંગે સ્વનિર્ભર શાળાઓનાં પ્રમુખ મનોજભાઈએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જિલ્લામાં આવતીકાલે તમામ પ્રાથમિક શાળામાં રજા જાહેર કરાઇ છે. જ્યારે મોરબી જિલ્લામાં માળીયા તાલુકા સિવાયના તાલુકામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ શરૂ કરવાની છૂટ અપાઈ છે. જેથી દરેક શાળાઓએ પોતાની અનુકળતા અને વાહન વ્યવસ્થાની અનુકૂળતા મુજબ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ ચાલુ રાખવો કે કેમ નિર્ણય લઈ શકે છે.

- text