ટંકારા-અમરાપર વચ્ચે બેઠો પુલ પસાર કરતો યુવક તણાયો 

- text


ટંકારા : ટંકારા-અમરાપર રોડ ઉપર આવેલો બેઠો પુલ પસાર કરતો યુવાન પાણીના પ્રવાહમાં તણાયો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ યુવક નશાની હાલતમાં હતો અને સામા કાંઠે જવા પુલ પસાર કરતો હતો તે દરમિયાન હાથિયા પાણેથી નદીમાં પટકાયો હતો અને નદીમાં પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો. જો કે આ યુવક તરતા તરતા આહુદર નજીક પહોંચી જતા બચી ગયો હતો.

- text

- text