સાંજે 8 વાગ્યે : મચ્છુ 2 ડેમમાં પાણીની આવક વધતા વધુ 6 દરવાજા 8 ફૂટ સુધી ખોલાયા

- text


અગાઉ 3 દરવાજા 8 ફૂટ ખુલ્લા હતા : આવક વધીને 30 હજાર ક્યુસેક આવક થતાં વધુ દરવાજા ખોલવાની ફરજ પડી

મોરબી : મોરબી જિલ્લાના સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં આજે 29 ઓગષ્ટે સવારે આવક ઘટતા માત્ર 2 દરવાજા 8બીએફૂત સુધી ખુલ્લા હતા. પરંતુ સાંજે 7 વાગ્યે ફરીથી ડેમમાં પાણીની આવકમાં થોડો વધારો થતાં વધુ એક દરવાજા સાથે કુલ 3 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતાં. પરંતુ રાત્રે 8 વાગ્યે ડેમમાં પાણી આવક 15 હજારથી વધીને 30 હજાર ક્યુસેક થતાં ડેમના 6 દરવાજા 8 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. હાલ ડેમમાં 30750 ક્યુસેક પાણીની આવક છે. અને સામે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી હવે મચ્છુ 3 ડેમમાં આવક વધતા તે ડેમના પણ વધુ દરવાજા ખોલવાની ફરજ પડશે તેમ તંત્રે જણાવાયું હતું. જ્યારે અન્ય ડેમોની સ્થિતિ અગાઉ મુજબ જ છે.

- text

- text