મોરબી જિલ્લાના 28 રોડ હજુ પણ બંધ

- text


વાહન વ્યવહારને ભારે અસર : બંધ થયેલા રોડ પુનઃ શરૂ કરવાવવા તંત્રની મથામણ

મોરબી : મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે હજુ પણ 28 રોડ બંધ છે. જેને લીધે જિલ્લાના અનેક રૂટ ઉપર વાહન વ્યવહારને અસર પહોંચી છે. બીજી તરફ આ બંધ રોડ શરૂ કરવા તંત્ર દ્વારા પણ મથામણ કરવામાં આવી રહી છે.

માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના 8 રોડ બંધ છે. જેમાં હળવદનો હળવદ- સરા રોડ, વાંકાનેરનો વાંકાનેર- અમરસર -મીતાણા રોડ, મોરબીનો માળીયા- પીપળીયા, હળવદનો હળવદ- મયુરનગર- રાયસંગપર રોડ, મોરબીનો આમરણ-જીવાપર-માણેકવાડા રોડ, હળવદનો હળવદ-ટીકર રોડ, મોરબીનો વવાણીયા- માળીયા રોડ કોસ્ટલ હાઈ વે, હળવદનો વાંકાનેર – બાયપાસ

આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના માળિયાનો માળીયા એપ્રોચ રોડ, હળવદનો હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ,વેગડવાવ -ચંદ્રગઢ રોડ, મેરૂપર – પાંડા તીરથ, હરીપર- કોયબા, ટંકારાનો ટંકારા- અમરાપર ટોળ રોડ, સ્ટેટ હાઇવેથી બંગાવડી રોડ, હળવદનો ઘનશ્યામપર – કોયાબા – ઢવાણા રોડ, મોરબીનો રાજપર- કુંતાસી રોડ, ટંકારાનો

- text

સ્ટેટ હાઇવેથી જીવાપર, મોરબીનો ભડિયાદ -જોધપર (નદી) રોડ, વાંકાનેરનો મહિકા – કાનપર રોડ, વાંકાનેરનો જાલી દેરાળા -રાજસ્થળી રોડ, માળિયાનો સ્ટેટ હાઇવેથી નાના દહીંસરા -વિરપરડા રોડ, ટંકારાનો , નેસડા (ખા.) ઘુનાડા (ખા.) રોડ, માળિયાનો સ્ટેટ હાઇવેથી વર્શામેડી રોડ, વાંકાનેરનો પાંચદ્વારકાથી પ્રતાપગઢ રોડ, મોરબીનો ધૂળકોટ- બાણગંગા – કોયલી રોડ, મોરબીનો કેરાળી – હન્નાલી રોડ અને ખાનપર- કોયલી રોડ બંધ છે.

- text