હરીપર ભુતકોટડા શાળાની દિવાલોમાં સાહિત્યિક અને ઇતિહાસની અદભુત વાતો કરતા ચિત્રો કંડારાયા

- text


ભાગ્યા પરિવારે દીકરીના અવતરણ દિવસની કરી અનોખી ઉજવણી

ટંકારા : કેક નહી પરંતુ કંઇક નેક કરવાના વિચાર સાથે ભાગ્યા પરિવાર એ દીકરી આરાધ્યાના અવતરણ દિવસની અનોખી ઉજવણી કરી હતી. આરાધ્યાના જન્મદિવસને ખાસ બનાવવા હરીપર ભુતકોટડાની શાળાની દીવાલો પર સાહિત્યિક અને ઇતિહાસની અદભુત વાતો કરતા ચિત્રો કંડારાયા હતા. ભાગ્યા પરિવારે ગત વર્ષે પુસ્તક પરબને ભારોભાર કિમંતી પુસ્તક આપ્યા હતા. આ વર્ષે સરકારી શાળાને સુશોભિત કરી સુંદર સંદેશ ચિત્રો ચિતરાવયા છે.

હરીપર ભુતકોટડાના ભાગ્યા પરિવારની લાડકવાઈ આરાધ્યાનો આજે અવતરણ દિવસ હોય માતા નવલિકાબેન (આર્ય વિદ્યાલયમ્ – ટંકારા) પિતા નિશિધભાઈ (સેહત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ – સેહત આટા) મીતાણાએ દાદા, દાદી, વડીલો, ભાઈ, ભાંડુ સાથે બર્થડે માટે કેક નહીં પરંતુ કંઈક નેક કરવાની ઈચ્છા દર્શાવી હતી. ત્યારે ગામની સરકારી શાળાની દિવાલો બોલતી કરવા સુંદર સંદેશો અને સમજણ તથા સાહિત્યિક, ઐતિહાસિક અને અદભુત વાતો કરતા ચિત્રો કંડારી આરાધ્યાને જન્મદિવસની ભેટ આપી હતી.

- text

આજે ભાગ્યા સહ પરિવારે ટંકારા આર્ય સમાજના દેવકુમાર પડસુંબિયા, રમણીકલાલ વડાવિયા, રસીલાબેન દુબરિયા, પંડિત સુહાસજીએ યજ્ઞ કરી આરાધ્યાને આશિર્વાદ આપ્યા હતા.

- text