પોલીસે ખાખીની ખુમારી બતાવી, દર્દીને સરકારી ગાડીમાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડ્યા

- text


ટંકારા : રાજકોટમાં માધાપર ચોકડી ખાતે આવેલ ઓવરબ્રિજ નીચે દર્દી સાથેની ગાડી પાણીમાં ફસાઇ હતી આ દરમ્યાન ટ્રાફિક પોલીસ મદદે આવી હતી.

જેમાં વયોવૃદ્ધ માજી બિમાર હાલતમાં સારવાર અર્થે રાજકોટ આવ્યા હતા. આ દરમ્યાન માધાપર ચોકડી ખાતે ઓવરબ્રિજ નીચે પાણી ભરાઈ ગયું હતું. જેથી ગાડી જવી મુશ્કેલ હતી. આ દરમ્યાન ટંકારા તાલુકાના ગણેશપરના મિતુલભાઈ પાલરીયા હેડ કોન્સ્ટેબલ ટ્રાફિકે બનાવની ગંભીરતા સમજી આ માજીને હાથે ઊંચકી તાત્કાલિક સરકારી ગાડીમાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. આમ પોલીસ મુશ્કેલીમાં મદદે આવી ખાખીની ખુમારી બતાવી હતી.

- text

- text