માળીયા નજીક હાઇવે પર ફસાયેલાં લોકોને ચા પીવડાવી મોરબી પોલીસ તંત્રએ માનવતા મહેકાવી

- text


મોરબી : મોરબી – કચ્છ હાઇવે પર વાહનવ્યવહાર બંધ હોવાથી ટ્રાફિક જામના કારણે ઘણા લોકો આ રસ્તામાં ફસાયા છે ત્યારે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કલાકોથી ફસાયેલાં લોકોને ચા-પાણી પહોંચાડી અને માનવતા મહેકાવી હતી.

ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળતા અને હાઇવે કફોળી હાલતમાં હોવાથી મોરબી – કચ્છ હાઇવે ખીરઈ પાસેથી બંધ કરાયો છે અને જેના કારણે સૌથી વધુ આ રસ્તા પર ટ્રકની અવરજવર હોવાથી આ મોટા વાહનોના ત્યાં થપ્પા લાગ્યા છે. તેમાં રહેલા ટ્રક ડ્રાઇવર અને અન્ય લોકોને મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ચા-પાણી ની વ્યવસ્થા કરી દેવાઈ હતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text

- text