મોરબી- કચ્છ નેશનલ હાઇવે પર પસાર થવા માંગતા વાહન ચાલકો જોગ ખાસ સૂચના

- text


28 ઓગષ્ટે આ રસ્તેથી પસાર થનાર મોરબી અપડેટ ભૂતપૂર્વ એંકર અને હાલમાં ભુજ શિક્ષક તરીકે ફરજ બજાવતા મોરબીનાં નીરવ માનસેતા શેર કરી મહત્વની માહિતી

મોરબી : નીરવ માનસેતાએ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરેલી માહિતી જે મોરબી કચ્છ નેશનલ હાઇવે પર પસાર થવા માંગતા વાહન ચાલકો માટે ખાસ ઉપયોગી થઈ શકે છે. આ માહિતી નીચે મુજબ છે.

▶️ આજે ન નિકળવું. હવે આવતીકાલે 29 ઓગષ્ટે અથવા 30 ઓગસ્ટે સવારે નિકળવું. હું હાલ મોરબીથી નિકળીને ભુજ પહોંચ્યો છું આખા રસ્તા વિશે માહિતી આપું…

▶️ કચ્છ જવા માટે ઓફિસિઅલી હજી રસ્તો શરૂ કરેલ નથી. આજે સાંજે થોડી થોડી વારે ખિરઈ પાસેથી નિકળવા દેતા હતા પણ પછી બંધ કરેલ છે. એક બાજુ ખટારાની લાંબી લાઈન હતી બીજી બાજુથી ગાડીઓ ચાલવા દેતા હતા. ખિરઈ પાસે રાહ જોવી પડશે.

▶️ સુરજબારી સુધી રસ્તો ખરાબ થઈ ગયો છે. ગાડી ચાલે એમ છે પણ રોડ ઉપર કચરો અને ખાડા ઘણાં છે એટલે ગાડી સંભાળીને ચલાવવી.

- text

▶️ બસ શરૂ થવામાં હજી અંદાજે બે દિવસ લાગશે એવું લાગે છે. આજે ટ્રાફિક નોતો પણ રસ્તો શરૂ થશે ને ટ્રક શરૂ થશે એટલે કદાચ ટ્રાફિક ખૂબ વધશે એટલે એ મુજબ સમય લઈને નિકળવું.‌ બાળકો સાથે હોય તો નાસ્તો પાણી સાથે રાખવા.

▶️ ગાડીમાં સી.એન.જી. મોરબી સીટીમાંથી ફૂલ કરાવીને નિકળવું. હાઈવે પરના બધા જ સી.એન.જી પંપ બંધ છે.

▶️ ગાડી ધીમે ચલાવવી અચાનક ખાડા આવી જાય છે. અત્યારે રાત્રે ડ્રાઈવ ન કરવું.

- text