- text
મોરબી : ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં વાહન વ્યવહાર ખોરવાયો છે. ત્યારે આ દરમ્યાન મોરબીમાં કેટલાક એસ.ટી. રુટો બંધ કરી દેવામાં આવી છે. સાથે જ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી કેટલાક રૂટ પર બસો ડાઈવર્ટ કરવામાં આવી છે.
જેમાં મોરબીમાં ભારે વરસાદના કારણે કેટલાક એસ.ટી. રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીથી લોકલ ગામડાના તમામ રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ જામનગરનો રૂટ હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે. જે સૂચના બાદ જ શરૂ કરવામાં આવશે. હાલ વાંકાનેર ડેપોથી ચાલતી રાજકોટ ઇન્ટરસિટી બસ ચાલુ છે. આ ઉપરાંત રાજકોટ ડેપોથી મોરબીની તમામ બસો બંધ કરી દેવાઈ છે. મોરબીથી દાહોદ અને રાજસ્થાન જતી બસો પણ બંધ કરવામાં આવી છે. જે કોઈ સૂચના નહિ મળે તો બપોર સુધીમાં શરૂ કરવામાં આવશે.
- text
મોરબીથી ભુજ જતા હાઇવે પર રસ્તા કફોડી હાલતમાં હોવાથી તે રૂટની તમામ બસો બંધ કરી દેવામાં આવી છે. ભુજના રૂટ પર ચાલતી તમામ બસો હાલ મોરબીમાં અટકાવી દેવામાં આવી છે. હાલ મોરબી ડેપોમાં મોટી સંખ્યામાં બસો જોવા મળી રહી છે. આ દરમ્યાન કચ્છ જતા લોકો અમદાવાદથી રાધનપુર અને ત્યાંથી કચ્છ જઈ શકે તે રીતે બસ લેતા હતા. આ સિવાય જામનગર રૂટ બપોર સુધીમાં શરૂ થાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. ત્યારે વરસાદના કારણે મોરબી ડેપો પર ગંદકી પણ જોવા મળી રહી છે. તથા ગંદકીના કારણે આવતી દુર્ગંધથી લોકોને ડેપોમાં ઉભા રહેવાનું પણ મુશ્કેલ બન્યું છે.
- text