ટંકારમાં વરસાદે તારાજી સર્જી : બંગાવડી ગામ બે દિવસથી સંપર્ક વિહોણું

- text


વીજ પુરવઠો ખોરવાયો ; ટાઉનમાં મકાનની દીવાલ ઘસી પડી ; ખાનપર ગામે આઠ ઘેટાના મોત

ટંકારા : ટંકારામાં ત્રણ દિવસથી અવિરત વરસાદને પગલે અનેક ધરોમાં પાણી ધુસયા છે. જેને પગલે સમગ્ર ટંકારામાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના, દીવાલો ઘસી પાડવાની ઘટના સામે આવી રહી છે. આ દરમ્યાન ટંકારામાં અમરાપર રોડ ઉપર ખરાવાડના રહિશ કારૂભાઈ કોરી મોટર થકી ધરમાં આવેલ પાણીનો નિકાલ કરતા નજરે પડ્યા હતા.

ટંકારા ટાઉનમાં અડધી રાત્રે જીવાપરા શેરીમાં મોમીન વિસ્તારમાં મકાનની દિવાલ ધસી પડી હતી. જેમાં હનીફભાઈના મકાનમા ભાડુઆત રહે છે. ત્યારે રાત્રીના સમયે મકાનની દીવાલ ઘસી પડતા નિંદ્રામાં સૂતેલો પરિવાર તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયો હતો. મધ્ય રાત્રીએ દીવાલ પડતા પરીવારમાં ફફડાટ જોવા મળ્યો છે. જોકે સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી.

અન્ય એક ઘટનામાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે ટંકારા દલિતવાસમાં શૈલેષ ભાણદાસ જોગેલના રહેણાંક મકાન ધરાશાયી થયું હોવાના સમાચાર મળ્યા છે. સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ.

આ ઉપરાંત ભારે વરસાદના કારણે ટંકારા તાલુકાનું બંગાવડી ગામ બે દિવસથી સંપર્ક વિહોણુ થયું છે. અહીં વિજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાથી ખાવાના, પિવાના, રહેવાના, ફોન રિચાર્જ અને આવાગમનના અનેક વાંધા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ દરમ્યાન પીજીવીસીએલના કોઈ અધિકારી કે કર્મચારી ફોન ન ઉપાડતાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. તેમજ આરોગ્ય કે ઈમર્જન્સી સર્વિસ કેવી રીતે થઈ શકે તેવા પ્રશ્નો થવા પામ્યા છે. ત્યારે રાજકિય નેતાઓએ પોલિગ બુથ માફક એક બુથ જીઈબી કચેરી ખાતે પણ રાખવુ જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

- text

આ ઉપરાંત ટંકારામાં જન્માષ્ટમી પર્વે 14 ઇંચ તથા મંગળવારથી આજ સવારના છ વાગ્યા સુધીમાં સાડા પાંચ ઇંચ પડેલા મુશળધાર વરસાદને પગલે ઉગમણા નાકા બહાર અમુક નીચાણવાળા ઘરોમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા હતા જેથી લોકોએ સ્થાનિક તંત્ર નગરપાલિકાને જાણ કરતા રાત્રે ત્રણ વાગ્યે ગંદા પાણીના નિકાલ માટે ખોદકામ કરી પાણી કાઢ્યું હતું. ત્યારબાદ લોકોના તાળવે ચોટેલા જીવ બેઠા બેઠા હતા. આ ઉપરાંત ધૂનડા ખાનપર ગામે માલધારીના ડેલાની દિવાલ ધરાશાઇ થતાં આઠ ઘેટાના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

- text