મોરબી જિલ્લાના 29 ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ : 178 વીજ પોલ ધરાશાયી

- text


કુલ 112 ફીડર બંધ, 10 ટીસી ખોટવાયા : વીજ પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટિમો ફિલ્ડમાં

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠાને મોટી અસર પહોંચી છે. જિલ્લાના 29 ગામોમાં હાલ વીજ પુરવઠો ખોરવાયો છે. જેના માટે વીજ તંત્રએ ટિમો કામે લગાડી છે.

મોરબી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. ડેમો પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. તેવામાં મોરબી સર્કલ ઓફિસમાંથી મળતી વિગત અનુસાર સાંજે 5 વાગ્યાની સ્થિતિ અનુસાર મોરબી જિલ્લામાં 29 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે. જેમાં માળિયાના 6 ગામો, મોરબીના 6 ગામો, ટંકારાના 5 ગામો, વાંકાનેરના 10 ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લામાં 178 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે. હાલ જિલ્લામાં 112 ફીડર બંધ થયા છે. 10 ટિસી ખોટવાયા છે. પીજીવીસીએલની 40 જેટલી ટિમો સતત ફિલ્ડમાં રહી રીપેરીંગ કામ કરી રહી છે.

- text

- text