મોરબી જિલ્લામાં અનેક વિસ્તારોમાં પોલીસે ફૂડ પેકેટ સહિતની વસ્તુઓનું કર્યું વિતરણ

- text


મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે પણ ભારે વરસાદ જેવી વિકટ પરિસ્થિતિમાં સેવાની ધૂણી ધખાવી છે. જેમાં અનેક સ્થળોએ પોલીસ ટીમોએ જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ તેમજ જરૂરી ચીજ વસ્તુઓ વિતરણ કરી છે.

મોરબી સીટી બી ડીવીજન પોલીસ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલ જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ટંકારા પોલીસ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલ જરૂરિયાતમંદ નાગરિકોની મુલાકાત કરી તેઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપલ્બધ કરાવવામાં આવી હતી. આવી જ રીતે વાંકાનેર પોલીસ દ્વારા પણ જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text