મોરબી-કચ્છ હાઇવે બંધ થતાં સીરામીક ઉદ્યોગની ગેસ સપ્લાય ખોરવાઈ : કરોડોના નુક્શાનની ભીતિ

- text


એલપીજી-પ્રોપેન ભરેલા 125 ટેન્કર સુરજબારી પુલે અટવાયા : તાત્કાલિક આ રૂટ શરૂ નહિ થાય તો સિરામિક ઉદ્યોગને 25થી 30 કરોડનાં નુકશાનની ભીતિ

મોરબી : ભારે વરસાદને કારણે હાલમાં મોરબી -કચ્છને જોડતો માર્ગ ભારે વરસાદના કારને બંધ થઈ જતા વિશ્વના બીજા નંબરના સૌથી મોટા ગણાતા મોરબીના સીરામીક ઉદ્યોગને 25થી 30 કરોડનો ફટકો પડવાની દહેશત સર્જાઈ છે, હાલમાં મોરબીના 200થી વધુ કારખાનામાં કચ્છના મુન્દ્રાથી ગેસ સપ્લાય ન થવાને કારણે કિલન બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, બીજી તરફ સુરજબારી પુલ પાસે જ મોરબીની ફેક્ટરીઓએ મંગાવેલ 125 ગેસ ભરેલા ટેન્કર પડ્યા છે પરંતુ આ ટેન્કરોને મોરબી ન શકતા આજે બુધવાર રાત્રિથી ધરાર કારખાનાઓમાં શટડાઉન કરવું પડે તેમ છે. ત્યારે માળીયા હાઇવે તાત્કાલિક ચાલુ કરી ગેસ ડીલરો અને સીરામીક ઉદ્યોગકારોએ આવશ્યક ચીજવસ્તુ મુજબ આ ટેન્કરોને મોરબી સુધી પોહચડવા સરકાર સુધી માંગ કરી હોવાનું સામે આવ્યું છે.

મોરબીનો સીરામીક ઉદ્યોગ હાલમાં મંદીનો સામનો કરી રહ્યો છે જેમાં કન્ટેનરના ભાડા વધારાને કારણે 100થી વધુ એકમોએ સાતમ આઠમના તેહવારમાં જ સ્વૈચ્છીક શટડાઉન લીધું છે ત્યારે ભારે વરસાદને કારણે મોરબી-કચ્છ હાઇવે બંધ થતાં એલપીજી અને પ્રોપેન ગેસની સપ્લાય તૂટતા મોરબીના મોટાગજાના 200 જેટલા કારખાનાઓ ઉપર શટડાઉનનું જોખમ સર્જાયું હોવાનું મોરબીના ગ્રીનગેસના ડીલર શૈલેષભાઇ ધાણજા અને ટ્રાય ગેસના ડીલર ધર્મેશભાઈ જોબનપુત્રાએ જણાવ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે, હાલમાં મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં 250થી વધુ કારખાનાઓ એલપીજી અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરી રહ્યા છે આ તમામ ગેસનો જથ્થો કચ્છના મુન્દ્રા બંદરેથી ટેન્કરોમાં સપ્લાય કરવામાં આવે છે. હાલમાં મોરબીની સીરામીક ફેક્ટરીઓએ મંગાવેલ 125 ટેન્કર એલપીજી અને પ્રોપેન સામખીયારી સુધી પહોંચી ગયા છે પરંતુ હાઇવે બંધ હોવાથી આ 125 ટેન્કર મોરબી સુધી પહોંચી ન શકતા અંદાજે 200 જેટલી ફેકટરીઓમાં આજે એટલે કે, બુધવારે રાત્રિથી જ કિલન બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

વધુમાં મોરબી સીરામીક ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ સીરામીક ફેકટરીમાં એક વખત કિલન બંધ કરવામાં આવે તો બાદમાં કિલન ફરી શરૂ કરવા માટે 10થી 15 લાખનો ખર્ચ આવે છે જેથી ગેસ સપ્લાય ખોરવાઈ જવાની સ્થિતિમાં 200 ફેકટરીઓને વગર કારણે અંદાજે 25થી 30 કરોડ જેટલો ફટકો પડે તેમ હોવાનું સીરામીક ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.આ સંજોગોમાં મોરબીની ટ્રાય ગેસના ધર્મેશ જોબનપુત્રા અને ગ્રીનગેસના શૈલેષ ધાણજાએ સીરામીક ઉદ્યોગકારો વતી સરકારને અને ધારાસભ્યને આવશ્યક એવી ગેસ સપ્લાય માટે માળીયા મિયાણા હાઇવે તાત્કાલિક શરૂ કરી ગેસના ટેન્કરોને મોરબી સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે

- text