મોરબી જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કાલે ગુરૂવારે પણ રજા જાહેર

- text


મોરબી : મોરબી જિલ્લામાં તા. ૨૬,૨૭ અને ૨૮ ઓગષ્ટના રોજ પડેલા અતિભારે વરસાદને કારણે આવતી કાલે તા.૨૯ ને ગુરરુવારના રોજ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. વધુમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ હેડ કવાર્ટર છોડવાનું રહેશે નહિ અને ડિઝાસ્ટરની સ્થિતિમાં સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને કામગીરી કરવાની રહેશે. તેમજ જરૂર પડયે તાત્કાલિક સોપવામાં આવે તે ફરજ બજાવવાની રહેશે. તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

- text

- text