મોરબી: આર્યભટ્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા 32 શાળાઓને ગમ્મત સાથે જ્ઞાન આપતી કીટ અર્પણ કરાઈ

- text


મોરબી : પ્રવર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ જ્ઞાન ખુબજ મહત્વનું છે.બાળકોએ જાતે જોયેલું, જાતે કરેલું અને જાતે અનુભવેલું તરત યાદ રહી જતું હોય છે, તરત સમજાઈ જતું હોય છે. ત્યારે મોરબીના આર્યભટ્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપતી કીટનું વિતરણ કરાયું.

જેમાં પર્યાવરણની, ક્લાઈમેટની,ગણિતની ગમત સાથે જ્ઞાન આપતી શૈક્ષણિક કીટ 32 શાળાઓને અર્પણ કરવામાં આવી. આ કિટમાં કલાઈમેટો,સંતુલન, કારકિર્દી મેથોપાટ, નવો વેપાર તેમજ સ્વછતાં, આરોગ્ય,શાળા સફાઈ ગ્રામ સફાઈ જેવી વિવિધ સાપ સીડીની વગેરે રમતો દ્વારા વિદ્યાર્થીઓ હાલના સમયમાં પર્યાવરણમાં જે અસમતુલા જોવા મળે છે, માત્ર માણસ પાસે પૈસા હોય તો બધું જ છે એવું નથી પણ આજુબાજુનું પર્યાવરણ પણ સારું હોય એ જરૂરી છે, આ ઉપરાંત આ રમતમાં વિદ્યાર્થીઓ રમતની સાથે ગણિતનું પણ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ શૈક્ષણિક કિટમાં આપેલ જૂદી જુદી ગેમમાંથી વિદ્યાર્થીઓ વાચન અને અર્થગ્રહણ તેમજ સરવાળા બાદબાકી, ઘડિયા જેવા પાયાના કૌશલ્યો પણ શીખે છે, આ રમતથી વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના પણ કેળવાય છે. આ કિટની 16 થી 20 જેટલી રમતોની પ્રેક્ટિકલ સમજ વરસાદી માહોલમાં તમામ 32 જેટલી શાળાના આચાર્ય કે શિક્ષકે મિલનભાઈ પાસેથી પ્રાપ્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના સંચાલક દિપેનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text