માળિયા (મિ.)ના મોટા દહિસરા ગામે પુરની સ્થિતિને લઈને તલાટીને તતડાવતા ધારાસભ્ય કાંતિલાલ 

- text


સ્વભંડોળમાં 7 લાખની શુ ખીચડી કરવી છે ? પાણી અટકાવવા તાત્કાલિક બોરીબંધ કરો : પ્રભારી મંત્રીની હાજરીમાં તલાટીનો ઉધડો લઇ સસ્પેન્ડ કરવાની પણ ચીમકી આપી 

મોરબી : માળિયા (મિ.)ના મોટા દહિસરા ગામે પુરની સ્થિતિને લઈને ધારાસભ્ય કાંતિલાલે પ્રભારી મંત્રીની હાજરીમાં તલાટીને તતડાવી નાખ્યા હતા. ઉપરાંત કામ નહીં કરે તો સસ્પેન્ડ કરવાની પણ ચીમકી આપી હતી.

મોરબી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા માળિયા મિયાણા પંથકમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ દરમિયાન મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા અંર ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ માળિયા મિયાણાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

બન્ને નેતાઓ માળિયા મિયાણાના મોટા દહીંસરા ગામે પહોંચ્યા હતા. જ્યાં પુરનું પાણી ગામમાં ઘુસી રહ્યું હોય, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આ મુદ્દે તલાટી મંત્રીનો ઉધડો લીધો હતો. તેઓએ કહ્યું કે સ્વ ભંડોળના રૂ.7 લાખ શુ ખીચડી કરવા રાખ્યા છે ? આ સાથે તેઓએ તાત્કાલિક બોરીબંધ બનાવવા માટે પણ સૂચના આપી હતી. ઉપરાંત તેઓએ કામ નહીં થાય તો સસ્પેન્ડ કરાવી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

- text

- text