- text
સામખીયારી અને ખીરઈ પાસે ટ્રક સહિતના વાહનોની લાંબી કતારો જોવા મળી
માળિયા (મિયાણા) : ભારે વરસાદના કારણે કચ્છ-મોરબી નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ હાઈવે શરૂ થવાની રાહમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. વાહન ચાલકો રોડ શરુ થવાની રાહમાં ઉભા છે. જેના કારણે રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા છે.
- text
સામખીયારી અને ખીરઈ પાસે ટ્રક સહિતના વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખીરઈ ગામ પાસે તૂટેલા રસ્તાને રીપેર કરવા તંત્ર ઉંધા માથે થયું છે. મચ્છુ નદીનું પાણી ઘટતા માર્ગને કામચલાઉ રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર કચ્છથી મોરબીને જોડતા હાઈવેને બંધ કરી દેવાયો છે. કોઈ વાહન આગળ ના જાય તે માટે પોલીસ પણ ખડેપગે છે. વાહન ચાલકોને સમજાવીને માર્ગો ઉપર રાહ જોવા મોરબી પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, મચ્છુ નદીનું પાણી નેશનલ હાઈવે ઉપર ફરી વળતાં ખીરઈ ગામે ગાબડા પડયા છે તેમજ હરિપર અને સૂરજબારી પુલમાં પણ ખાડા પડી ગયા છે.
- text