28 ઓગષ્ટ, સવારે 10 વાગ્યાની મોરબી જિલ્લાના 10 ડેમોની સ્થિતિ જાણો 

- text


મચ્છુ 1 ડેમમાં આવક ઘટતાં હવે 2 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે : જ્યારે મચ્છુ 2 ડેમનાં 4 દરવાજા અને મચ્છુ 3 ડેમનાં 7 દરવાજા જ ખુલ્લા

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 28 ઓગષ્ટ, બુધવારે સવારે 10 વાગ્યાએ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોની સ્થિતિ સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ નીચે મુજબ છે..

વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 19780 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 2 ફૂટે ઓવર ફલો થઈ ગયો છે.

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 22348 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 4 દરવાજા 9 ફૂટ સુધી ખુલ્લા છે.

જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 31430 કયુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમના 7 દરવાજા 5 ફૂટ ખુલ્લા છે.

ટંકારાના ડેમી 1 ડેમમાં 4510 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 0.72 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે.

ડેમી 2 ડેમમાં 11873 કયુસેક પાણીની આવક છે. અને હાલમાં ડેમનાં 3 દરવાજા 6 ફૂટ ખુલ્લા છે

ડેમી 3 ડેમમાં પણ 31374 કયુસેક પાણીની આવક છે. અને ડેમનાં 9 દરવાજા 5 ફૂટ સુધી ખુલ્લા છે.

જ્યારે હળવદનો બ્રાહ્મણી 1 ડેમમાં 17882 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 1.50 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.

જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 25880 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમનાં 10 દરવાજા 3 ફૂટ ખુલ્લા છે.

જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 3902 કયુસેક પાણીની આવક છે. અને ડેમનાં 2 દરવાજા દોઢ ફૂટ જેટલા ખુલ્લા છે.

- text

જ્યારે બંગવાડી ડેમમાં 3390 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ દોઢ ફૂટ જેટલો ઓવર ફલો થઈ રહ્યો છે.

- text