28 ઓગષ્ટ, સાંજે 6 વાગ્યાની મોરબી જિલ્લાના 10 ડેમોની સ્થિતિ જાણો

- text


મચ્છુ 1 ડેમમાં આવક ઘટતાં હવે 1.8 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે : જ્યારે મચ્છુ 2 ડેમનાં 4 દરવાજા અને મચ્છુ 3 ડેમનાં 7 દરવાજા હજુ ખુલ્લા

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 28 ઓગષ્ટ, બુધવારે સાંજે 6 વાગ્યાએ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોની સ્થિતિ સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ નીચે મુજબ છે..

વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 16886 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 1.8 ફૂટે ઓવર ફલો થઈ ગયો છે.

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 22348 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 4 દરવાજા 9 ફૂટ સુધી ખુલ્લા છે.

જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 31430 કયુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમના 7 દરવાજા 5 ફૂટ ખુલ્લા છે.

ટંકારાના ડેમી 1 ડેમમાં 3978 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 0.65 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે.

- text

ડેમી 2 ડેમમાં 6370 કયુસેક પાણીની આવક છે. અને હાલમાં ડેમનાં 3 દરવાજા 3 ફૂટ ખુલ્લા છે

ડેમી 3 ડેમમાં પણ 8580 કયુસેક પાણીની આવક છે. અને ડેમનાં 4 દરવાજા 3 ફૂટ સુધી ખુલ્લા છે.

જ્યારે હળવદનો બ્રાહ્મણી 1 ડેમમાં 9734 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 1 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.

જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 19057 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમનાં 9 દરવાજા 2.5 ફૂટ ખુલ્લા છે.

જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 3052 કયુસેક પાણીની આવક છે. અને ડેમનાં 2 દરવાજા 1 ફૂટ જેટલા ખુલ્લા છે.

જ્યારે બંગવાડી ડેમમાં 1977 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ એક ફૂટ જેટલો ઓવર ફલો થઈ રહ્યો છે.

- text