ટંકારાના ગાયત્રીનગરમા રહેણાંકમા જુગારધામ પકડાયું, 11 ઝડપાયા

- text


બે શખ્સોએ જુગારધામ શરૂ કર્યાની બાતમીને પગલે દરોડો, 1.51 લાખની રોકડ કબ્જે

ટંકારા : ટંકારા શહેરમાં ગાયત્રીનગર વિસ્તારમાં બે શખ્સોએ જુગારધામ શરૂ કરી બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી 11 જુગારીઓને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,51,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા શહેરના ગાયત્રીનગરમા આરોપી હર્ષદ કાંતિલાલ પાચોટીયા અને આરોપી મહમદઆમીન યુસુફભાઈ માડકીયાએ રહેણાંકમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા આરોપી હર્ષદભાઇ કાંન્તીલાલ પાંચોટીયા, મહમદઆમીન યુસુફભાઇ માડકીયા, લલીતભાઇ સુંદરજીભાઇ પાંચોટીયા, રવીભાઇ હીરાભાઇ અઘેરા, રફીકભાઇ ગફારભાઇ સમાણી, રજનીકાંન્તભાઇ નારણભાઇ દુબરીયા, ધર્મેન્દ્રભાઇ ડાયાભાઇ ઘેટીયા, પ્રાણજીવનભાઇ સુંદરજીભાઇ ધોરીયાણી, પ્રદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા, હરેશભાઇ ગુણવંતભાઇ પનારા અને વિરમભાઇ ગુણવંતભાઇ પનારા તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 1,51,500 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text