- text
રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રેકના રીપેરીંગ માટે ચાલુ વરસાદે કામગીરી
મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ મહાકાય મચ્છુ ડેમ ભરાઈ જતા ગઈકાલે છોડવામાં આવેલા લાખો ક્યુસેક પાણીને કારણે મોરબી અને માળીયા મિયાણા તાલુકામાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે, ખાસ કરીને માળીયા મિયાણા રેલવે સ્ટેશન નજીક મચ્છુનાં પાણી ફરી વળતા ટ્રેન વ્યવહારને અસર પડી છે, બીજી તરફ રેલવે વિભાગે ચાલુ વરસાદે રેલવે ટ્રેકનું યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ શરૂ કર્યું છે.
- text
સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજકોટ રેલવે ડિવિઝનમાં અનેક સ્થળે નુકશાનીની વિગતો સામે આવી રહી છે ત્યારે અમદાવાદ રેલવે ડિવિઝન હેઠળ આવતા માળીયા રેલવે સ્ટેશન આજુબાજુના વિસ્તારમાં પણ મચ્છુ નદીના પૂરના પાણી ફરી વળતા ટ્રેન વ્યવહારને અસર પડી છે, બીજી તરફ રેલવે દ્વારા યુદ્ધના ધોરણે રેલવે ટ્રેકનું રીપેરીંગ કાર્ય ચાલુ વરસાદે પણ ચાલુ રાખી ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવા કામગીરી કરવામાં આવી રહી હોવાનું માળીયા મિયાણા રેલવે સ્ટેશન માસ્તર મીઠાલાલ મીણાએ જણાવ્યું હતું.
- text