ભારે વરસાદ વચ્ચે મોરબીના રામધન આશ્રમે રહેવા-જમવાની સુવિધા

- text


મોરબી : મોરબીમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા આ વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ત્યારે મોરબીના રામધન આશ્રમે આશ્રિતો માટે રહેવા અને જમવાની સુવિધા કરાઈ છે.

ભારે વરસાદના કારણે મોરબીમાં અનેક સંસ્થાઓ, પ્રશાસન, NDRFની ટીમ, આર્મી, મીડિયા જગત વગેરે દિવસ રાત જોયા વિના માનવતા દાખવી રહ્યા છે. ત્યારે મોરબીના રામધન આશ્રમમાં જુદા જુદા સ્થળોએથી ફસાયેલા લોકો માટે પ્રસાદ અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આ સેવા કાર્યમાં દિનેશભાઈ, જગદીશભાઈ, દિલીપભાઈ, પ્રભાબેન, લીલાબેન, અમૃતબેન, રતુભાઈ વગેરે જોડાયા હતા અને મોરબી જલારામ મંદિરનો સહયોગ પણ પ્રાપ્ત થયો હોવાનું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

- text

- text