- text
મોરબી : મોરબીના પંચાસર-મોટી વાવડી રોડ વચ્ચે આવતું નાલું ભારે વરસાદના કારણે તૂટી ગયું છે. નાલાની એક બાજુ ગામબડું પડી ગયું છે. આ અંગેની જાણ થતાં જ મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજા સહિતના લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને રસ્તો ચાલુ રહે તે માટે ગાબડામાં મોરામ નાખીને હાલ રસ્તો ચાલુ રહે તે માટેની કામગીરી કરવામાં આવી હતી.
- text