રાત્રે 8 વાગ્યે : મચ્છુ 2 ડેમમાં આવક વધતાં ફરીથી 8 દરવાજા 8 ફૂટ સુધી ખોલાયા

- text


22 હાજર ક્યુસેકની આવક વધીને 41 હજાર ક્યુસેક પોહચતા 4 દરવાજા વધારી 8 દરવાજા ખોલવાની ફરજ પડી

મોરબી : મોરબી જિલ્લાના સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં છેલ્લા 24 કલાકથી પાણીની આવક ઘટતાં તંત્ર અને લોકોએ રાહતનો દમ લીધો હતો. શરૂઆતમાં 2.60 લાખ ક્યુસેક પાણીની આવક થયા બાદ ઘટીને આજે સાંજે 6 વાગ્યે 22 હજાર ક્યુસેક થઈ જતાં મચ્છુ 2 ડેમના માત્ર 4 દરવાજા જ ખુલ્લા હતા.

પરંતુ રાત્રીના 8 વાગ્યે ફરીથી મચ્છુ 2 ડેમમાં પાણીની આવક વધીને 41 હાજર ક્યુસેક પોહચતા સિંચાઇ વિભાગ દ્વારા મચ્છુ 2 ડેમના વધુ 4 દરવાજા સાથે હાલમાં 8 દરવાજા 8 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. અને હાલ ડેમ માંથી 41 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે હવે મચ્છુ 3 ડેમનાં પણ વધુ દરવાજા ખોલવાની ફરજ પડશે.

- text

જેથી તંત્ર દ્વારા મચ્છુ કાંઠાનાં ગામો અને નદી વિસ્તારમાં લોકોને અવર જવર ના કરવા ખાસ તાકીદ કરી છે.

- text