હળવદના ઢવાણા ગામની દુર્ઘટનામાં મૃતકના પરિવારોને 4-4 લાખની સહાય ચૂકવાશે

- text


મોરબી પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કરી જાહેરાત

મોરબી : હળવદના ઢવાણા ગામે ટ્રે્ક્ટરમાં તણાઈ જવાની દુર્ઘટનામાં વોકળામાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતો માટે સરકારે સંવેદના વ્યક્ત કરી છે. હાલ સરકાર દ્વારા આ મૃતકો માટે સી.એમ. રાહત ફંડમાંથી રૂ. 4-4 લાખની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કરી હતી.

- text

હળવદ તાલુકાના ઢવાણા ગામે ગત 25 તારીખે મોડી સાંજે ગામની નજીક આવેલા વોકળામાં ટ્રેકટર તણાયું હતું જેમાં 17 લોકો સવાર હતા. જેમાંથી વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ફાયરની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા 9 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અન્ય લોકોની શોધખોળ માટેનાંં પ્રયાસો શરુ છે, જેમાં એન.ડી.આર.એફ.ની ટીમ અને બોટ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી છે. જેના પગલે અત્યાર સુધીમાં 5 લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ. 4-4 લાખ ચુકવવામાં આવશે તેવી જાહેરાત જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કરી હતી.

- text