મોરબી જિલ્લાના 38 રોડ હજુ પણ બંધ

- text


જિલ્લા પંચાયતના 35 રોડ તેમજ સ્ટેટ હાઇવેના 3 રોડ ઉપર વાહન વ્યવહાર ઠપ્પ

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ 38 રોડ બંધ છે. જેમાં જિલ્લા પંચાયતના 35 રોડ તેમજ સ્ટેટ હાઇવેના 3 રોડ ઉપર વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. હાલ પાણી ઓસરે તેની રાહ જોવામાં આવી રહી છે.

મોરબી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડતા અનેક નુકસાની સર્જાઈ છે. જેમાં વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. સ્ટેટ હાઇવે હસ્તકના 3 રોડ બંધ છે. જેમાં પીપળીયાથી માળિયા હાઇવે ચાલુ છે. પણ માળિયાથી નેશનલ હાઇવેને જોડતો હાઇવે બંધ છે. આ ઉપરાંત પીપળીયા જામનગર હાઇવે બંધ છે. આમરણ – જીવાપર હાઇવે પણ બંધ છે.

- text

આ સાથે જિલ્લા પંચાયત હસ્તકના માળીયા એપ્રોચ રોડ, નાના ભેલાથી તરઘરી રોડ, નાનાભેલાથી ચમનપર રોડ, સ્ટેટ હાઇવેથી બોડકી રોડ, હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ, વેગડવાવ -ચંદ્રગઢ રોડ, મેરૂપર પાંડાતીરથ, ઢવાણા જીવા રોડ, હરીપર કોયબા, મોરબી ધરમપુર સાદુળકા રોડ, ટંકારા અમરાપર ટોળ રોડ, સ્ટેટ હાઇવેથી બંગાવડી રોડ, ઘનશ્યામપર કોયાબા ઢવાણા રોડ, રાજપર કુંતાસી રોડ, નસીતપર એપ્રોચ રોડ, એસ.એચ થી જીવાપર(ટ), ભડિયાદ જોધપર (નદી) રોડ, નેશનલ હાઇવેથી હરીપર રોડ, સ્ટેટ હાઇવેથી મોટાભેલા ભવાપર રોડ, મહિકા કાનપર રોડ, વાઘપર જેતપર રોડ, જાલી દેરાળા રાજસ્થળી રોડ, ગુંદાખાડા સરતાનપર સમઢિયાળા રોડ, ઠીકરીયાળી એપ્રોચ રોડ, મોટી વાવડી માણેકવાડા રોડ, સ્ટેટ હાઇવેથી નાના દહીંસરા વિરપરડા રોડ, નેસડા (ખા.) ઘુનાડા (ખા.) રોડ, મોટા દહીસરાથી કુતાસી રોડ, સ્ટેટ હાઇવેથી ખીરસરા રોડ, સ્ટેટ હાઇવેથી વર્શામેડી રોડ, મોટા દહીસરા થી ખીરસરા સ્ટેટ હાઇવે રોડ, સિંધાવદર પાંચદ્વારકા રોડ, લખધીરનગર અદેપર રોડ, ધૂળકોટ બાણગંગા કોયલી રોડ, નાના ખીજડીયા નસિતપર રોડ બંધ છે. આમાં ખાસ તો 7 રોડ ડેમેજ થયા છે. જ્યારે બાકીના રોડ કેટલા ડેમેજ થયા છે તે પાણી ઓસર્યા બાદ માલુમ પડશે તેવું તંત્રએ જણાવ્યું છે.

- text