29 અને 30 ઓગસ્ટ વધુ બે દિવસ મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનો રદ્દ

- text


મોરબી : ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે અને અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. ત્યારે મોરબી-વાંકાનેર અને વાંકાનેર-મોરબી વચ્ચે દોડનારી 10 ડેમુ ટ્રેન રદ કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા કલેકટરના આદેશ અનુસાર આગામી 30 તારીખ સુધી મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ આ ડેમુ ટ્રેન રદ કરવામાં આવી હતી. ત્યારે હજુ પણ વરસાદની આગાહી હોય 29 અને 30 ઓગસ્ટના રોજ પણ મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી 10 ડેમુ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે.

- text