રાત્રે 11 વાગ્યે : મચ્છુ 3 ડેમમાં આવકમાં વધતા 7 દરવાજા 9 ફૂટ સુધી ખોલાયા 

- text


મચ્છુ 2 ડેમમાં હજુ 51 હજાર ક્યુસેક પાણીની આવક યથાવત : મચ્છુ 3 ડેમ માંથી હાલ 56 હજાર ક્યુસેકની જાવક

મોરબી : મોરબી જિલ્લાના સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં રાત્રીના ફરીથી પાણીની આવક વધતા 51 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે મચ્છુ 3 ડેમમાં આવક વધતા રાત્રે 11 વાગ્યે મચ્છુ 3 ડેમનાં 7 દરવાજા 9 ફૂટ સુધી ખોલી 56 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text

મચ્છુ 2 ડેમમાં ફરીથી આવક વધીને 51250 ક્યુસેક થઈ હતી. જે રાત્રે 11 વાગ્યે પણ યથાવત રહી હતી. હાલમાં મચ્છુ 2 ડેમના કુલ 10 દરવાજા 8 ફૂટ સુધી ખોલી ડેમમાંથી 51 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે હવે મચ્છુ 3 ડેમમાં પણ પાણીની આવક વધીને 56574 ક્યુસેક થતાં મચ્છુ 3 ડેમના 7 દરવાજા 9 સુધી ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ મચ્છુ 3 ડેમ માંથી 56 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text