હળવદમાં ફસાયેલા મુસાફરોની વ્હારે આવતું વિશ્વ હિન્દૂ પરિષદ : રહેવા- જમવાની વ્યવસ્થા કરી

- text


કચ્છનો રૂટ બંધ થતાં બસ સ્ટેન્ડમાં 150 અને રેલવે સ્ટેશનમાં 100 જેટલા લોકો અટવાયા 

હળવદ : સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદને કારણે અનેક રોડ બંધ થયા છે અને ટ્રેનોને અસર થઈ છે. જેના કારણે હળવદમાં ફસાયેલા મુસાફરો માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરી આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક રોડ બંધ છે. મોરબીથી કચ્છ જવાનો રૂટ હાલ બંધ હોય તેમજ રેલ વ્યવહારને અસર થઈ હોય હળવદ બસ સ્ટેન્ડમાં 150 મુસાફરો તેમજ રેલવે સ્ટેશનમાં 100 મુસાફરો અટવાઈ ગયા હતા. આ તમામ મુસાફરોને કોઇ મુશ્કેલી ન સર્જાઈ તે માટે વિશ્વ હિન્દુ પરિષદના 80 જેટલા કાર્યકરોએ સેવાયજ્ઞ ચલાવીને મુસાફરો માટે બપોરના ભોજનની વ્યવસ્થા કરી હતી. આ સાથે રાત્રીના ભોજન તેમજ સમાજવાડીઓમાં રાત્રી રોકાણની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે.

- text

- text