મોરબીમાં ભારે પવન સાથે ફરીથી ધોધમાર વરસાદ શરૂ, અમુક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો

- text


મોરબી : મોરબીમાં મંગળવારે સવારથી વરસાદનું જોર ઘટયું હતું. પરંતુ રાત્રીના 10 વાગ્યા બાદ મોરબીમાં ફરીથી ભારે વરસાદ શરૂ થયો છે. સતત વરસાદની સાથે ભારે પવન પણ ફૂકાઈ રહ્યો છે. મોરબીમાં 10.20 આસપાસ ભારે પવન સાથે ધોધમાર વરસાદના કારણે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો ગઈ હતો. મોરબી જિલ્લામાં હજુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેને પગલે તંત્ર હાઈ એલર્ટ મોડમાં છે. તેમજ મોરબીમાં NDRF અને આર્મીની ટુકડીઓ પણ તૈનાત રાખવામાં આવી છે.

- text

રાત્રે 10 વાગ્યે મળતા સમાચાર મુજબ મચ્છુ 1 ડેમમાં પાણીની આવકમાં થોડો ઘટાડો થયો છે. જ્યારે મચ્છુ 2 ડેમ અને મચ્છુ 3 ડેમની આવક હજુ યથાવત છે.

- text