આજી નદીના પાણી પુલ ઉપર ફરી વળ્યાં ! ટંકારા – ધ્રોલ હાઇવે બંધ કરાયો

- text


જામનગરથી મોરબી અને મોરબીથી જામનગર હાઇવે રૂટને ડાયવર્ટ કરાયો

ટંકારા : રાજકોટ અને મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે ટંકારા – લતીપર – ધ્રોલ હાઇવે ઉપર ખાખરા નજીક આજી નદીના પુલ ઉપર પુરના પાણી ફરી વળતા હાઇવેને વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.

મોરબી – જામનગર અને જામનગર – મોરબી વચ્ચે અવર જવર માટેના ટંકારા – લતીપર ધ્રોલ હાઇવે ઉપર ખાખરા નજીક આજી નદીના પુલ ઉપર પુરના પાણી ફરી વળતા હાલમાં ટંકારા લતીપર હાઈવે બંધ કરાયો છે.

- text

વધુમાં હાઇવે ઉપર ખાખરા ગામ પાસે આવેલ પુલ ઉપર જળ પ્રવાહ વધતા ટંકારા મામલતદાર મામલતદાર કેતન સખિયા દોડી ગયા છે અને ટંકારા પોલીસ અને ધ્રોલ- લતીપર પોલીસ સામે સામે બંદોબસ્ત ગોઠવી દઈ વાહનોની અવરજવર બંધ કરાવી રૂટ ડાયવર્ટ કર્યો છે.વધુમાં જામનગર જવા માટે ટંકારા- ધ્રોલ હાઈવેનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે.

- text