મોરબીના અસરગ્રસ્ત ગામોમાં ૮૦૦થી વધુ ફૂડપેકેટનું વિતરણ કરતા સંઘના સ્વયંસેવકો 

- text


અતિભારે વરસાદના કારણે હાઈવે પર ફસાયેલ ટ્રકચાલકોને પણ RSS ની મોરબી તાલુકા ટીમે ફૂડપેકેટ વિતરણ કર્યાં

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે અનેક ગામો અસરગ્રસ્ત બન્યા છે અને અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે ત્યારે મોરબી તાલુકાના છેવાડાના અસરગ્રસ્ત ગામોમાં તેમજ અતિભારે વરસાદને પગલે હાઈવે પર ફસાયેલ ટ્રકચાલકોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મોરબી તાલુકા ટીમે ૮૦૦ થી વધુ ફૂડપેકેટનું વિતરણ કર્યુ હતું.

મોરબી – માળિયા તાલુકાના છેવાડાના ગામો ચીખલી, સુલતાનપુર, માણાબા, ખીરઈ અને સાદુળકા સહિતના અન્ય ગામો જે અતિભારે વરસાદને પગલે સંપર્કવિહોણા બન્યા છે તે ગામોમાં તેમજ મોરબી કચ્છ હાઇવે બંધ હોવાના કારણે હાઇવે પર ફસાયેલ ટ્રકચાલકોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મોરબી તાલુકા ટીમ દ્વારા ૮૦૦ થી વધુ ફૂડપેકેટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text