સરા થી હળવદને જોડતો રોડ બે દિવસથી બંધ : દિઘડિયા પાસે બ્રાહ્મણી નદી બે કાંઠે

- text


20 થી વધુ ગામો ને અસર : નેતાઓ દર ચૂટણીએ પુલ બનાવવાના આપે છે વાયદા

ઝાલાવાડમાં ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ પર આવતા વોંકળામાં અને નાલાઓમાં પાણીનો પ્રવાહ વધુ હોય જેથી એકથી બીજા ગામ જવા માટે લોકોને પારાવાર પરેશાનીઓ થઈ રહી છે. આવી જ પરિસ્થિતિ હળવદ અને સરા ને જોડતા રોડ પરની છે. દિઘડીયા પાસે બ્રાહ્મણી નદી બે કાંઠે હાલ વહી રહી હોય જેના કારણે સરા થી હળવદ અને હળવદ થી સરા જવાનો રસ્તો જ બંધ થઈ જતા. 20 થી વધુ ગામોના લોકોને મુશ્કેલી ઊભી થઈ છે.

હળવદ તાલુકાના દીઘડીયા પાસે થી પસાર થતી બ્રાહ્મણી નદી હાલ બે કાંઠે હોય જેથી બે દિવસથી આ નદી પરથી પસાર થવાનું બંધ થઈ ગયું છે જેના કારણે સરા તરફથી આવતા લોકોને તેમજ હળવદ તરફથી સરા તરફ જતા લોકો અટવાયા છે. બીજી તરફ ગામ લોકોના જણાવ્યા મુજબ છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમય થઈ ગયો. નેતાઓ દર ચૂંટણીમાં પુલ બનાવી દેવાનો વાયદો આપે છે પરંતુ આજ દિન સુધી આ નદી પર પુલ બન્યો નથી. સાથે જ દર ચોમાસે નદીમાં પાણી આવે એટલે બેઠા પુલમાં ગામડા પડી જતા હોય છે અને રીપેરીંગ કરી વળી પાછો આ પુલ ચાલુ કરી દેવામાં આવે છે જેથી વહેલી તકે અહીં પુલ બનાવવામાં આવે તેવું દિઘડીયા સહિત 20 થી વધુ ગામના લોકો માંગ કરી રહ્યા છે.

- text

બીજી તરફ હળવદમાં આવેલ બ્રાહ્મણી-બે ડેમના ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જ્યારે બ્રાહ્મણી-એક ડેમ પણ ૯૦ ટકા સુધી ભરાઈ જતા હવે ગમે ત્યારે ઓવરફ્લો થાય તેવી સ્થિતિ છે.

- text