રાત્રે 1 વાગ્યે : મચ્છુ 2 ડેમનાં દરવાજાની સ્થિતિ યથાવત, મચ્છુ 3 ડેમનાં 13 દરવાજા 5 ફૂટ ખોલાયા

- text


મચ્છુ 3 ડેમ માથી હાલ 54 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. બે દિવસથી જિલ્લાના સતત વરસાદ પડી રહ્યો છે. સોમવારે પણ સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે. ત્યારે સોમવારે રાત્રે 1વાગ્યાએ મોરબી જિલ્લામાં બે મહત્વના ડેમોની સ્થિત જોઈએ તો

- text

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 53994 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 100 ટકા ભરાઈ જતા તેના 12 દરવાજા 7 ફૂટ ખુલ્લા છે.

જ્યારે મચ્છુ 2 ડેમ માથી છોડેલું પાણી હવે મચ્છુ 3 ડેમમાં પોહચતા મચ્છુ 3 ડેમમાં 54665 કયુસેક પાણીની આવક થઇ રહી છે. જેથી મચ્છુ 3 ડેમમાં સલામતીના ભાગ રૂપે ડેમના 13 દરવાજા 5 ફૂટ ખોલી 54665 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જ્યારે જિલ્લાના અન્ય ડેમોની સ્થિતિ 12 વાગ્યાની સ્થિતિ મુજબ જ છે..

- text