મોરબીની જયદીપ એન્ડ કું. અસરગ્રસ્તોની મદદે ; 1500 ફુડ પેકેટ તૈયાર કરાયા

- text


મોરબી : હવામાનની આગાહીના પગલે ગુજરાત સાથે મોરબી માળીયા પંથકમા પણ વરસેલા ભારે વરસાદને કારણે મોરબી માળીયા તેમજ નવલખી પંથકમા અનેક ઝૂંપડાવાસીઓ, નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના આશરા છીનવાઇ ગયો છે. પાણીના ધસમસતા પ્રવાહોમાં ઘરવખરી તણાઈ કે પલળી ગઈ છે અને લોકો ભુખ્યા રહેવા મજબુર છે તેવા લોકોને સહાય કરવા મોરબી માળીયા પંથકની જાણીતી કંપની જયદીપ એન્ડ કું. ( મોરબી વવાણીયા)ના સંચાલકો જયુભા જાડેજા, દિલુભા જાડેજા, અશ્વિંસિંહ જાડેજા તેમજ અનિરુદ્ધ સિંહ જાડેજા આગળ આવ્યા છે. આ જાડેજા બંધુઓએ 1500 ફુડ પકેટ્સનો પ્રથમ લોટ તૈયાર કરાવી પોતાના વાહનોમાં ભરી સ્ટાફને નવલખી માળિયાના અસરગ્રસ્તો સુધી પહોંચાડવા રવાના કર્યા છે. આ દરમ્યાન દિલુભા જાડેજાએ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, 1998માં નવલખી પંથકમાં ફુંકાયેલા વાવાઝોડામાં માળીયા નવલખી બંદર સહિત અકલ્પનીય વિનાશ વેરી હજારો ગરીબ પરિવારોને બેઘર કરી દીધા હતા. અને તેવા લોકો માટે ઉંચે આભને નીચે ધરતી હતી. ત્યારે આ જયદીપ કંપનીના સ્થાપક તેમજ હાલના સંચાલકો જાડેજા બંધુઓના પિતા ઉદયસિંજી મનુભા જાડેજા ( રામ તારી માયા) પરીવાર દ્વારા વવાણીયા ખાતે “રાહત રસોડું ખોલવામાં આવ્યુ હતુ. જેમાં રોજ હજારો લોકો પોતાનો જઠરાગ્નિ ઠારતા હતા. આ રસોડુ સતત એક માસથી પણ વધારે કાર્યરત રહ્યુ હતુ. તેમજ સ્વ. ઉદયસિંહભાઇ જાડેજા દ્વારા અન્ય જીવનજરૂરી પાયાની વસ્તુઓ વિતરણ કરવા સાથે બેઘર બનેલા સેંકડો મચ્છીમારી કરતા પરિવારો માટે આવાસ બનાવી આપવામાં પણ સહભાગી થયા હતા.

- text

200ના વિનાશકારી ભૂકંપમાં હજારો બેઘર બનેલા લોકો માટે આ પરિવાર, સ્વ. ઉદયસિંહભાઈ દ્વારા ટાટા રીલીફ કમિટી સાથે મળી ઘણા ગામોના પુનર્વસનજેવા ભગીરથ કાર્યો કરવામાં આવ્યા હતા. તેમજ 2017ના માળિયામાં આવેલ ભયંકર પુરમાંથી ઉગારવા આ પરિવારે હુડકા બહારથી મંગાવી અનેક લોકોનો બચાવવામાં મદદરૂપ થયા હતા. સામાજીક અને સેવા કાર્યોમાં હંમેશા યોગદાન આપતો આ પરિવાર ખુબ જાણીતો છે. અને “મોટાભાઈ” ના હુલામણા નામથી જાણીતા સ્વ.ઉદયસિંભાઈના સેવાકાર્યોને લોકો લોકો આજે પણ યાદ કરે છે.

- text