ભારે વરસાદને કારણે મોરબી- વાંકાનેર ડેમુ ટ્રેન બે દિવસ બંધ

- text


રાજકોટ ડિવિઝન સાથે સંકળાયેલ અનેક ટ્રેનોના સેડ્યુલને અસર

મોરબી : મોરબી જીલ્લામાં ભારે વરસાદને કારણે સાવચેતીના ભાગરૂપે વાંકાનેર અને મોરબી વચ્ચે 27 અને 28 ઓગસ્ટ, 2024ના રોજ ચાલતી ડેમુ ટ્રેનોની તમામ ટ્રીપો રદ કરવામાં આવી છે.

ટ્રેન નં. 27 ની 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 28 ના રોજ 3:00 કલાકે એટલે કે 6:45 કલાક મોડી પૂર્વ ઓખા રીશેડ્યુલ કરવામાં આવી છે કારણ કે પેરિંગ રેક 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેઇલ હાલમાં 10 મોડી ચાલી રહી છે.

ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ તા.27ના રોજ વલસાડથી શરૂ થશે. તેથી તે બાંદ્રા ટર્મિનસ-વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 26.08.24 ના રોજ રાજકોટ ખાતે સમાપ્ત થશે. તેથી રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રદ રહેશે.

- text

તા.27ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રાજકોટથી શરૂ થશે. તેથી વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તા. 27ની ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ તા.28ના રોજ અમદાવાદથી શરૂ થશે. તેથી તે મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નં. 12475 તા.27ના રોજ હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસને આણંદ-ડાકોર-ગોધરા-રતલામ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે.

- text