મોરબી – કચ્છ હાઇવે આગામી 36 કલાક માટે બંધ કરાયો

- text


માળીયા મિયાણા નેશનલ હાઇવે ઉપર મચ્છુના પાણી ફરી વળ્યાં : કચ્છ જવા વાયા પાલનપુર જવું પડશે

મોરબી : મોરબી – કચ્છને જોડતા હાઇવે ઉપર માળીયા મિયાણા નજીક મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ નેશનલ હાઇવેને સામખીયારીથી બંધ કરી દેવામાં આવ્યો છે, કચ્છ એસપીના જણાવ્યા મુજબ મચ્છુના પાણીને કારણે આગામી 36 કલાક સુધી હાઇવે બંધ રહી શકે છે.

અતિભારે વરસાદને કારણે મોરબીના મહાકાય મચ્છુ-1 છલકાઈ જતા મચ્છુ-2 ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા હાલમાં અઢી લાખ ક્યુસેકથી વધુ પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાથી માળીયા મિયાણા નેશનલ હાઇવે ઉપર મચ્છુના પાણી ફરી વળ્યાં છે અને લોકોની સલામતી માટે કચ્છ પોલીસે સામખીયારી પાસેથી જ નેશનલ હાઇવે વાહન ચાલકો માટે બંધ કરી દીધો છે.

- text

પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, અતિભારે વરસાદને કારણે મોરબીના મચ્છુ-2 ડેમના 32 જેટલા દરવાજા ખોલાતા સામખીયારી – મોરબી નેશનલ હાઇવે વાહન ચાલકોની સલામતી માટે બંધ કરાયો છે. વધુમાં મોરબી – કચ્છ હાઇવે બંધ કરવામાં આવતા કચ્છથી અમદાવાદ તરફ જતા વાહન ચાલકોને વાયા પાલનપુર હાઇવેનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે, વર્તમાન સ્થિતિ જોતા આગામી 36 કલાક સુધી મોરબી કચ્છ હાઇવે બંધ રહે તેવી શકયતા પણ કચ્છ પૂર્વ એસપીએ વ્યક્ત કરી હતી.

- text