રાત્રે 12 વાગ્યે : મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ જાણો

- text


મચ્છુ 2 ડેમ 12 દરવાજા 7 ફૂટ, મચ્છુ 3નાં 8 દરવાજા 3 ફૂટ, ડેમી 2નાં 5 દરવાજા 3 ફૂટ અને ડેમી 3નાં 6 દરવાજા 4 ફૂટ ખુલ્લા

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. બે દિવસથી જિલ્લાના સતત વરસાદ પડી રહ્યો છે. સોમવારે પણ સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે. ત્યારે સોમવારે રાત્રે 12 વાગ્યાએ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોની સ્થિતિ સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ નીચે મુજબ છે..

વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 13058 કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 43 ટકા ભરાયો છે.

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 53994 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 100 ટકા ભરાઈ જતા તેના 12 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે.

- text

જ્યારે મચ્છુ 3 ડેમમાં 20184 કયુસેક પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમ 68 ટકા ભરાયો છે. અને સલામતીના ભાગ રૂપે આ ડેમના 8 દરવાજો 3 ફૂટ ખોલી 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ટંકારાના ડેમી 1 ડેમમાં 6180 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 66 ટકા ભરાયો છે.

ડેમી 2 ડેમમાં 10947 કયુસેક પાણીની આવક છે. આ ડેમ 100 ટકા જેટલો ભરાયો છે.અને હાલમાં ડેમનાં 5 દરવાજા 3 ફૂટ ખુલ્લા છે

ડેમી 3 ડેમમાં પણ 17106 કયુસેક પાણીની આવક છે. આ ડેમ હાલમાં 100 ટકા ભરાયો છે. અને ડેમનાં 6 દરવાજા 4 ફૂટ સુધી ખુલ્લા છે.

જ્યારે હળવદનો બ્રાહ્મણી ડેમ 1માં 8953 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 61 ટકા જેટલો ભરાયો છે.

જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 1800 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 56 ટકા ભરાયો છે.

જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 3052 કયુસેક પાણીની આવક છે. અને આ ડેમ 100 ટકા ભરાયો છે. અને ડેમનાં 2 દરવાજા એક ફૂટ જેટલા ખુલ્લા છે.

જ્યારે બંગવાડી ડેમમાં 2832 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ 100 ટકા ભરાતા દોઢ ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.

 

- text