મચ્છુ -1 ડેમ ઓવરફ્લો થયો, 1.50 લાખ ક્યુસેક પાણીની સતત આવક

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં જાલસીકા નજીક આવેલ મહાકાય મચ્છુ -1 ડેમમા સતત નવા નિરની આવકને પગલે ડેમ ઓવરફ્લો થયો છે, ડેમ ઓવરફ્લો થતા મોરબી અને વાંકાનેરના 24 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વાંકાનેર તાલુકાના જાલસિકા નજીક આવેલ મચ્છુ -1 ડેમમાં ઉપરવાસ સતત વરસાદને પગલે અંદાજે દોઢ લાખ ક્યુસેક પાણીની આવક થતા મચ્છુ 1 ડેમ લાંબા સમય બાદ ઓવરફ્લો થયો છે, મચ્છુ -1 ડેમ ઓવરફ્લો થતા હાલમાં વાંકાનેરના 20 અને મોરબી તાલુકાના 4 ગામને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા સાવચેત કરાયા છે.

- text

- text