વાંકાનેર નજીકનો મચ્છુ-1 ડેમ ભરાવવામાં 2 ફૂટ બાકી, પાણીની ચિક્કાર આવક

- text


ડેમની કુલ 49 ફૂટ ઊંડાઈ પૈકી 47.13 ફૂટ ડેમ ભરાયો, 24 ગામોને એલર્ટ કરાયા

વાંકાનેર : મોરબી જિલ્લાના મહાકાય એવો વાંકાનેર તાલુકામાં આવેલ મચ્છુ -1 ડેમમા ઉપરવાસ શ્રીકાર વરસાદને પગલે હાલમાં ડેમમા પાણીની પુષ્કળ આવક થતા હાલમાં મચ્છુ -1 ડેમ કુલ 49 ફૂટમાંથી 47.13 ફૂટ ભરાઈ ગયો છે અને ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોય ડેમના હેઠવાસના 24 ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.

- text

મોરબી સિંચાઈ વિભાગ દ્વારા વાંકાનેર તાલુકાના હોલમઢ નજીક આવેલ મચ્છુ -1 ડેમના ઉપરવાસમાં તેમજ ડેમસાઈટ ઉપર પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં હાલમાં 1,38,729 ક્યુસેક પાણીની ચિક્કાર આવક થઈ રહી હોય ડેમની કુલ 49 ફૂટ ઊંડાઈ પૈકી 47.13 ફૂટ ભરાઈ જતા ગમે ત્યારે ડેમ છલકે તેમ હોય વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર શહેર, મહિકા, કોઠી, જોધપર, ઢુંવા અને ધમલપર સહિતના 20 ગામો તેમજ મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.

- text