સાંજે 5 વાગ્યેની મોરબી જિલ્લાના 10 ડેમોની સ્થિતિ જાણો 

- text


મોરબી જિલ્લાના તમામ 10 ડેમો ઓવરફ્લો : મચ્છુ 1 ડેમ 5 ફૂટે ઓવરફ્લો, મચ્છુ 2 ડેમનાં હવે માત્ર 16 દરવાજા જ ખુલ્લા, મચ્છુ 3નાં 14 દરવાજા ખુલ્લા

મોરબી : મોરબી જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મંગળવારે સાંજે 5 વાગ્યાએ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોની સ્થિતિ સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ નીચે મુજબ છે..

વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 78195 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 5 ફૂટે ઓવર ફલો થઈ ગયો છે.

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 1.48 લાખ કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 16 દરવાજા 15 ફૂટ સુધી ખુલ્લા છે.

જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 1.57 લાખ કયુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમના 14 દરવાજા 12.5 ફૂટ ખોલી 1.57 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ટંકારાના ડેમી 1 ડેમમાં 10364 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 1.40 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે.

ડેમી 2 ડેમમાં 15773 કયુસેક પાણીની આવક છે. આ ડેમ 100 ટકા જેટલો ભરાયો છે.અને હાલમાં ડેમનાં 4 દરવાજા 6 ફૂટ ખુલ્લા છે

- text

ડેમી 3 ડેમમાં પણ 23646 કયુસેક પાણીની આવક છે. આ ડેમ હાલમાં 100 ટકા ભરાયો છે. અને ડેમનાં 7 દરવાજા 5 ફૂટ સુધી ખુલ્લા છે.

જ્યારે હળવદનો બ્રાહ્મણી 1 ડેમમાં 3441 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ અડધો ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.

જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 3466 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમનાં 4 દરવાજા 1 ફૂટ ખુલ્લા છે.

જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 3052 કયુસેક પાણીની આવક છે. અને આ ડેમ 100 ટકા ભરાયો છે. અને ડેમનાં 1 દરવાજા એક ફૂટ જેટલા ખુલ્લા છે.

જ્યારે બંગવાડી ડેમમાં 2542 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ 100 ટકા ભરાતા દોઢ ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.

- text