રાત્રે 10 વાગ્યાની મોરબી જિલ્લાના 10 ડેમોની સ્થિતિ જાણો 

- text


મોરબી જિલ્લાના તમામ 10 ડેમો ઓવરફ્લો : મચ્છુ 1 ડેમ 3.5 ફૂટે ઓવરફ્લો, મચ્છુ 2 ડેમનાં 16 દરવાજા જ ખુલ્લા, મચ્છુ 3નાં 14 દરવાજા હજુ ખુલ્લા

મોરબી : મોરબી જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મંગળવારે રાત્રે 10 વાગ્યાએ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોની સ્થિતિ સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ નીચે મુજબ છે..

વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 45796 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 3.5 ફૂટે ઓવર ફલો થઈ ગયો છે.

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 1.48 લાખ કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 16 દરવાજા 15 ફૂટ સુધી ખુલ્લા છે.

જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 1.57 લાખ કયુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમના 14 દરવાજા 12.5 ફૂટ ખોલી 1.57 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ટંકારાના ડેમી 1 ડેમમાં 5308 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 0.82 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે.

ડેમી 2 ડેમમાં 8113 કયુસેક પાણીની આવક છે. આ ડેમ 100 ટકા જેટલો ભરાયો છે. અને હાલમાં ડેમનાં 3 દરવાજા ખુલ્લા છે

- text

ડેમી 3 ડેમમાં પણ 12738 કયુસેક પાણીની આવક છે. આ ડેમ હાલમાં 100 ટકા ભરાયો છે. અને ડેમનાં 6 દરવાજા 3 ફૂટ સુધી ખુલ્લા છે.

જ્યારે હળવદનો બ્રાહ્મણી 1 ડેમમાં 17882 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 1.50 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.

જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 10522 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમનાં 6 દરવાજા 2 ફૂટ ખુલ્લા છે.

જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 1526 કયુસેક પાણીની આવક છે. અને આ ડેમ 100 ટકા ભરાયો છે. અને ડેમનાં 1 દરવાજા એક ફૂટ જેટલા ખુલ્લા છે.

જ્યારે બંગવાડી ડેમમાં 1412 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ 100 ટકા ભરાતા એક ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.

- text