મોરબીના રબારી વાસમાં કેડ સમાણા પાણી ઘરમાં ઘુસતા ઘરવખરીને મોટું નુકસાન 

- text


અનેક વખત રજૂઆત છતાં જર્જરીત નાલુ નવું બન્યું નથી

મોરબી : રબારીવાસમાં મચ્છુ નદીના પાણી ઘૂસી જતા ઘરોમાં પણ કેડ સમાણા પાણી ઘૂસ્યા હતા. જેથી મોટાભાગની ઘરવખરી પલળી જતા ખૂબ મોટું નુકસાન થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ઉપરાંત જર્જરીત નાલુ નવું બનાવવા રજૂઆત કરી હોવા છતાં બનાવાયું ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

આજે મચ્છુ 2 ડેમના દરવાજા ખોલાતા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ મચ્છુ નદીના પાણીથી રબારીવાસ પાણીમાં ગરક થયો હતો. રબારીવાસના અનેક ઘરોમાં કેડ સમાણા પાણી ઘુસ્યા હતા. જેથી 2000 જેટલી વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને સ્થળાંતરીત પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા ભાનુબેન નગવાડીયા એ જણાવ્યું હતું કે અત્રેનું નાલુ જે ખૂબ જ જર્જરીત અવસ્થામાં છે. નવું બનાવવા અનેક વખત માંગ કરી છે તેમ છતાં નાલુ હજુ નવું બન્યું નથી. વધુમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલ ન તોડતા આ પાણી આવ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. રબારી વાસના 20 થી 25 જેટલા ઘરોમાં કેડ સમાણા વરસાદી પાણી ઘૂસ્યા હતા અને ઘરવખરી પલળી જતા મોટા પાયે નુકસાન થયું હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.

- text

- text