મોરબીમાં કબીર ટેકરી વિસ્તારના અનેક ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને મોટું નુકસાન 

- text


મોરબી : મોરબીમાં અતિ ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાતા અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થયા છે. ત્યારે કબીર ટેકરી વિસ્તારના અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી હતી. આ નદીનું પાણી જેલ રોડ પર આવેલ ઠાકોર લોજની પાછળ કબીર ટેકરી વિસ્તારમાં અનેક ઘરોમાં ફરી વળ્યું હતું. સ્થિતિ એટલી કફોડી બની હતી કે ઘરમાંથી પાણી ઉતર્યા પછી લોકો ઘરમાં જઈ શક્યા હતા અને ઘરવખરી તેમજ માલસામાન પલળી જતા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું રહેવાસીઓએ જણાવ્યું હતું.

- text

- text