પશુધનના રક્ષણ માટે આટલું જરૂર કરો : જિલ્લા પોલીસની પશુપાલકોને અપીલ 

- text


મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ મોડ ઉપર છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પશુઓના જીવ ઉપર પણ વરસાદને કારણે જોખમ હોય જિલ્લા પોલીસ દ્વારા પશુધનના રક્ષણ માટે જાહેર અપીલ કરવામાં આવી છે.


● ભારે વરસાદ પહેલાના પગલા

ટીવી, રેડીયો અને સરકારી માધ્યમથી મળેલ સુચનાઓનો અમલ કરવો અને અફવાઓથી દુર રહેવુ.

આસપાસના પશુચિકિત્સકોની ફોન નંબર સાથેની માહિતી હાથવગી રાખવી

પશુઓને ખુલ્લા અને ઊંચા સલામત સ્થળે ખસેડવા

પશુધન માટે સૂકાચારા તથા સ્વચ્છ પાણીનો પૂરતા પ્રમાણમાં યોગ્ય સ્થળે સંગ્રહ કરવો


● ભારે વરસાદ દરમિયાનના પગલા

પશુઓને ખીલે બાંધવા નહીં.

પશુઓને ઝાડ, છાપરા નીચે,જ ર્જરીત રહેઠાણ કે દિવાલ નજીક રાખવા નહીં.

પશુધનને વિજળી થાંભલા પાસે કે સાથે બાંધવા નહીં.

ઘેટાં, બકરાં,મરઘાં જેવા પશુ-પક્ષીઓ ગુંગળાઇ ના જાય તે માટે તકેદારી રાખવી.

- text


● ભારે વરસાદ બાદના પગલાં

બિમાર પશુઓની નજીકના પશુ સારવાર કેન્દ્ર ખાતે તાત્કાલિક સારવાર કરાવવી.

પશુ રહેઠાણમાં ઝેરી જીવજંતુની ચકાસણી કર્યા બાદ પશુ રાખવા

વાવાઝોડા બાદ તનાવગ્રસ્ત પરિસ્થિતમાં અગમચેતીના પગલાં રૂપે રસીકરણ કરાવવું.

મૃત પશુઓ માટે ઊંડો ખાડો ખોદી રાસાયણિક પાઉડરનો છંટકાવ કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવ

ગામમાં ચેપી રોગચાળા જેવી પરિસ્થિતની જાણ નજીકના પશુ દવાખાના ખાતે તુરંત કરવી.

- text