મોરબીમાં મહાપ્રભુજીની બેઠકમાં ફસાયેલી ગાયોને સંચાલકો દ્વારા સુરક્ષિત સ્થળે રાખી દેવાઇ 

- text


મોરબી : ભારે વરસાદને પગલે મોરબીમાં આવેલ મહાપ્રભુજીની બેઠકમાં ઘણી ગાયો પાણીના વહેણમાં ફસાઈ હતી. જેને સંચાલકોએ પુનઃ સુરક્ષિત સ્થળે રાખી દીધી છે.

ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે સાથે ઘણા માલ ઢોર પણ ફસાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી હતી. આથી નદીના કાંઠે આવેલ મહાપ્રભુજીની બેઠકમાં પણ પાણી ભરાણા હતા અને ત્યાં ગાયો અને લોકો ફસાયા હતા. આ અંગે ત્યાંના સંચાલકોએ જણાવ્યું હતું કે અમે 20 થી 25 જેટલી ગાયોને નિજ મંદિરમાં સહી સલામત રાખી દીધી છે તેમજ અમે લોકો પણ નિજ મંદિરમાં સલામત સ્થળે જ હતા. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ અમે ગાયોને સુરક્ષિત જગ્યાએ રાખી દીધી હોવાનો સંચાલકોએ દાવો કર્યો હતો.

- text

- text