મચ્છુ નદી ગાંડીતુર બનતા મોરબી મહાપ્રભુજીની બેઠકમાં કેડ સમાણા પાણી ઘુસ્યા 

- text


મહાપ્રભુજીની બેઠકમાં ગાયોને બચાવવા કવાયત

મોરબી : મોરબી જિલ્લામા ભારે વરસાદને પગલે મચ્છુ 1 અને મચ્છુ -2 ડેમમાંથી વિપુલ જળરાશી છોડવામાં આવતા હાલમાં મચ્છુ નદી ગાંડીતુર બનીને વહેવા લાગતા મચ્છુ નદીના પાણી મહાપ્રભુજીની બેઠકમાં ઘુસી જતા અહીં કેડ કેડ સમાણા પાણી ભરાયા છે અને અહીં રાખવામાં આવેલ ગાયોને બચાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામા ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ -1 ઓવરફ્લો થયા બાદ પાણી તે પાણી મચ્છુ -2 ડેમમાં આવતા મચ્છુ ડેમમાંથી પણ મોટાપ્રમાણમાં પાણી છોડવામાં આવતા મોરબીની મચ્છુ નદી ભયાનક બનીને બે કાંઠે વહી રહી છે. બીજી તરફ મચ્છુ નદીના પાણી નદીકાંઠે આવેલ મહાપ્રભુજીની બેઠકમાં ઘુસી જતા અહીં કેડ સમાણા પાણી ભરાઇ જતા બેઠકમાં રાખવામાં આવેલ ગાયોને બચાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.

- text

- text